સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ગોંડલમાં વિજય તિલક સાથે રમેશભાઇ ધડુકનું ભવ્ય સ્વાગત

ગોંડલ : પોરબંદર લોકસભા ભાજપના રમેશભાઈ ધડુકનું તેમના નિવાસ સ્થાને ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.  પોરબંદર થી ગોંડલ સુધી વચ્ચે વિજય સરઘસ ત્યાર બાદ ગોંડલ રમાનાથ મંદિરે અને અક્ષર મંદિરે સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. ગોંડલ માં ઠેર ઠેર આતશબાજી કરી અને તેમના નિવાસ સ્થાને લોકો દ્વારા ગુલાબ ની પાંખડીઓનો વરસાદ વર્ષાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમના પરિવારજનો દ્વારા વિજય તિલક કરી તેમજ આરતી ઉતારી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:37 am IST)