સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ધોરાજીમાં રમજાન માસની રોનક

ધોરાજી ખાતે રમજાન માસની ઉજવણી ખુબજ શાનોશોકતની સાથે થઇ રહી છે મસ્જિદોમાં નમાજીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મસ્જિદોમાં ઈફતારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બજારમાં ભારે ખરીદીની ધૂમ છે. આ માસ નિમિત્તે મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી, અફરોજભાઈ લકડકૂટા, અમીનભાઈ નવીવાળા, રિયાઝભાઈ દાદાની, સૈયદ હાજીઈકબાલબાપુ કાદરી, બાસિતભાઈ પાનવાળા, મકબુલભાઈ ગરાના, મોહમ્મદ અકીલભાઈ પટેલ, કાસીમ ગરાના, શાહનવાઝ પોઠીયાવાળા, ઈમ્તિયાઝભાઈ સપના, બોદુભાઇ ચૌહાણ, શરીફ લુલાનિયા, અહેમદ રજા કાંગડા યાસીન કુરેશી વગેરે એ લોકોને મુબારક બાદ પાઠવી છે.(તસ્વીરઃ કિશોર રાઠોડ)

(11:37 am IST)