News of Friday, 24th May 2019
બગસરા નજીક ચાલુ ટ્રકમાં બાઇક સવાર ચડી ફીલ્મી ઢબે મારામારી કરી
અમરેલી, તા., ર૪: બગસરા નજીક રોડ ઉપર જઇ રહેલ ટ્રક નં. જીજે ૩ વાય ૮૭૭૬ માં પાછળથી એક બાઇક સાઇડ કાપી ચાલુ ટ્રકમાં બાઇક પાછળ બેઠેલ શખ્સ ચડી ટ્રક ડ્રાઇવર અસ્મદભાઇ ચાંદભાઇ ચોરવાડા રે. સેમરવા તા.તાલાલા જી. ગીર સોમનાથ ગંભીર ઇજા પહોંચે તે રીતે છરીના ઘા ઝીંકી તેના પુત્રને પણ છરી માર્યાની ફરીયાદ બગસરા પોલીસમાં થવા પામી હતી.
બાબરાના ખાનપરામાં ભુલથી ઝેર ખાધુ
બાબરાના ખાનપરામાં રહેતી ભારતીબેન પ્રવિણભાઇ મકવાણા નામની યુવતીએ તાવની બીમારીની દવાને બદલે ભુલથી ઝેરી ટીકડા ખાઇ જતા સારવાર અર્થે દવાખાને ખસેડાયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
(11:34 am IST)