સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાજેશ ચુડાસમાઃ ધ્વજારોહણ

વેરાવળ-પ્રભાસ પાટણ :.. જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર રાજેશભાઇ ચૂડાસમા વિજેતા થયા બાદ તેઓ સોમનાથ મહાદેવનાં દર્શને પધારેલ અને સોમનાથ દાદાને ધ્વજારોહણ, ધ્વજા પૂજા, અભિષેક, પુજા સામગ્રી અર્પણ કરેલ અને સોમનાથ મહાદેવનાં આર્શિવાદ મેળવેલા. આ તકે સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ અર્પણ કરેલ આ તકે તેમની સાથે ભાજપનાં અગ્રણીઓ જોડાયા હતાં. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:33 am IST)