સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ભાવનગરમાં ૧.૩૦ લાખ ભરેલ થેલીની લૂંટ

દૂધના વેપારીની કાર સાથે ચાર બુકાનીધારી બે બાઇક ઉપર આવી અથડાવી ગાળો આપી લઇ ગયા

ભાવનગર, તા. ર૪ : ભાવનગરમાં ચાર બુકાનીધારી શખ્સોએ દૂધના વેપારીના રૂ. ૧.૩૦ લાખ રોકડ સાથેની થેલીની લૂંટ ચલાવ્યાનો બનાવ બનવા પામ્યો છે.

વિગત મુજબ શહેરના બોરડી ગેઇટ વિસ્તારમાં અનિરૂદ્ધ ઝાલાની દુધની હોલસેલની દુકાને કામ કરતા ધર્મેન્દ્રભાઇ તેમના નિત્યક્રમ મુજબ સુભાષનગરથી ભરતનગર રૂટના વેપારી-દુકાનદારો પાસેથી દૂધના પૈસાની ઉઘરાણી કરી દુધની ઉધરાણી પેટે આવેલ રૂ. ૧.૩૦ લાખ રૂપિયા થેલામાં ભરી એકસેસ ગાડી નં.જીજે૦૪-સીજી ૯૩૯૯ લઇ ગઇકાલે બપોરે દેવરાજનગર-ભરતનગર રોડ પર જઇ રહ્યા હતાં ત્યારે રોંગ સાઇડમાંથી ડબલ સવારીમાં આવી રહેલ બે બાઇકના ચાલકે એકસેસ ગાડી સાથે બાઇક અથડાવી ધર્મેન્દ્રભાઇને ગાળો આપી રોડક રકમ ભરેલ થેલાની લૂંટ ચલાવી ચારેય શખસો નાસી છુટયા હતાં.  આ અંગે ધર્મેન્દ્રભાઇએ મોડી રાત્રે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (૮.૭)

(11:30 am IST)