સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

સતત સાતમી વખત જીતીને ભાજપે ભાવનગરનો ગઢ જાળવી રાખ્યો

ભારતીબેન શિયાળનો ૩.૨૯ લાખની જંગી લીડથી જીત : વિજય સરઘસમાં ઉત્સાહનો માહોલ

ભાવનગર તા. ૨૪ : ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપનો ભારે લીડથી ભવ્ય વિજય થયો છે. સતત સાત વખત જીતી ભાવનગરનો ગઢ ભાજપે જાળવી રાખ્યો છે. ભાજપ છાવણીમાં ભવ્ય વિજયથી જશ્નનો માહોલ છવાયો હતો અને ભવ્ય વિજયયાત્રા નીકળી હતી. ભાજપનો ૩.૨૯ લાખથી વધુ મતની સરસાઇથી વિજય થયો છે.

ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ સતત બીજી વખત જંગી લીડથી જીત મેળવી છે. મત ગણતરીના પ્રારંભથી લઇ અંતિમ રાઉન્ડ સુધી ભાજપની લીડ રહી હતી અને ૩૨૯૫૧૯ની જંગી લીડથી ભાજપનો ઝળહળતો વિજય થયો છે. બપોરે ૧.૩૦ કલાકે ભાજપની સતત વધતી જતી લીડનો આંક જોઇ કોંગ્રેસના આગેવાનોએ મતદાન કેન્દ્ર છોડી દઇ હારનો સ્વીકાર કરી લીધો હતો તો ભાજપ છાવણીમાં ઉત્સાહ બેવડાયો હતો. ડો. ભારતીબેન શિયાળ ગત ૨૦૧૪ની ચૂંટણી ૨.૯૬ લાખની મતની લીડથી જીત્યા હતા. જ્યારે આ ચૂંટણી આ લીડથી પણ વધી ૩.૨૯ લાખની લીડ મેળવી છે. ભાવનગરમાં પણ મોદી મેજીક ચાલ્યું હોવાનું ભાજપનાં જ આગેવાનોએ જણાવ્યું હતું. ભાજપની જીતને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાયો હતો. જ્યારે બપોરે ૩ વાગ્યે ભવ્ય વિજય સરઘસ શહેરનાં વિવિધ માર્ગોમાં વાજતે - ગાજતે નીકળ્યું હતું. ચૂંટણીના પરિણામો અંગે ભાવનગરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતગણતરી શરૂ થઇ ગયા બાદ લોકોમાંથી ઉત્સાહ પ્રેરક પૂછપરછ શરૂ થઇ હતી. શહેરનાં મોટાભાગના ઘરોમાં ટીવી સવારથી જ શરૂ થઇ ગયા હતા અને લોકો ટીવી સામે ગોઠવાઇ ગયા હતા.

ભાવનગર બેઠકમાં ૨૩માં રાઉન્ડનાં અંતે ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળને ૬૬૧૨૭૩ મત અને કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલને ૩૩૧૭૫૪ મતો પ્રાપ્ત થતાં ભાજપના ઉમેદવારની લીડ ૩૨૯૫૧૯ હતી. આમ ભાજપના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે.

ઉલ્લેખનીય છે કે, સતત સાતમી વખત ભાજપનો લોકસભા બેઠક ઉપર વિજય થયો છે. આમ, ભાજપે તેનો ગઢ સાચવી રાખ્યો છે. તેટલું જ નહિ પરંતુ લીડ પણ વધી છે.

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ - કોંગ્રેસ સહિત કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં હતા. આજે આવેલા પરિણામમાં સૌથી વધુ મત મેળવી ભાજપના ડો. ભારતીબેન શિયાળ વિજેતા થયા છે તો મત મેળવવામાં કોંગ્રેસના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે નોટા રહ્યો છે. નોટાને ૧૬૩૮૩ મત પ્રાપ્ત થયા છે.

ભાવનગર બેઠકમાં કોને કેટલા મત મળ્યા ?

ઉમેદવાર

પક્ષ

કુલમત

ટકાવારી

ડો. ભારતીબહેન શિયાળ

ભાજપ

૬૬૧ર૭૩

૬૩.પ૧

મનહરભાઇ પટેલ

કોંગ્રેસ

૩૩૩૭પ૪

૩૧.૮૬

વિજયભાઇ માકડીયા

બીએસપી

૬૯૪૧

૦.૬૭

ધરમશીભાઇ ધાપા

વીપીપી

૭૮૩૬

૦.૭પ

રામદેવસિંહ ઝાલા

જેએસવીપી

રપ૦૯

૦.ર૪

ભરતભાઇ સોંધરવા

એસવીપીપી

૧૩૬૩

૦.૧૩

અજય ચૌહાણ

અપક્ષ

૧પ૬૧

૦.૧પ

ચંપાબેહન ચૌહાણ

અપક્ષ

૧૮ર૮

૦.૧૮

સાગરભાઇ સીતાપરા

અપક્ષ

૩૭૭પ

૦.૩૬

હરેશભાઇ વેગડ

અપક્ષ

૬૦પ૬

૦.પ૯

નોટા

--

૧૬૩૮૩

૧.પ૭  

(11:30 am IST)