સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ગોંડલના દેરડી (કુંભાજી) પંથકના દિવંગતોના અસ્થિઓનુ હરિદ્વારમાં સામુહિક વિસર્જન

મોવિયા તા.૨૪: દેરડીકુંભાજીના કૈલાસ ધામ સમિતિ દ્વારા દેરડીકુંભાજી તથા આજુબાજુના ગામના દિવંગતોના અસ્થિ ભેગા કરી હરિદ્વાર ખાતે પધરાવવા માટે આયોજન કરવામાં આવેલ સાથે સાથે પિતૃ મોક્ષાર્થે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાસ પીઠ પર બિરાજી મોટી કુંકાવાવના હાલ અમેરિકા શ્રી ગોરધનભાઇ પાઘડાળ દ્વારા સરળ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવેલ પિતૃ મોક્ષાર્થે હરિદ્વાર ખાતે ભાગવત સપ્તાહમાં બસો ભાઇ બહેનોનો સંઘ જોડાયો હતો આ સંઘ દેરડીથી હરિદ્વાર ખાતે ગયેલો તે તમામ તથા કૈલાસ ધામ સમિતિ વતી ગયેલા સભ્યશ્રી મનુબાપાગોળના હસ્તે દિવંગતોના અસ્થિનું ગંગામૈયાના સાનિધ્યમાં પુજન વિધિ કરી અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

અને હવેથી દર વર્ષે દેરડીકુંભાજી પંથકના સ્વર્ગસ્થના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે તેમ કૈલાસધામ સમિતિ દેરડીકુંભાજીને મળેલા અસ્થિ વિસર્જનના દાતાઓ તરફથી  જણાવાયું છે તો દેરડીકુભાજી તથા આજુબાજુના ગામોના દિવંગતોના અસ્થિ કુંભમાં ભેગા કરવા જાણ કરવામાં આવે છે.

તસવીરમાં હરિદ્વાર ખાતે ગંગામૈયાના કિનારે અસ્થિ પૂજન થઇ રહ્યું છે તેમજ કૈલાસ ધામ સમિતિના સભ્ય શ્રી મનુબાપાગોળ તથા સંઘના ભાઇ બહેનો અસ્થિ વિસર્જન કરતા નજરે પડે છે.

(10:29 am IST)