સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ઉના ભાજપ દ્વારા વિજયોત્સવ

ઉનાઃ જુનાગઢ લોકસભાની બેઠકનું પરિણામ આવતા સતત બીજી વખત ભાજપના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા ૧,૫૦,૦૦૦થી વધુ મતોથી વિજયી બનતા તેમજ ઉના વિધાન સભા ક્ષેત્રમાં ૨૯ હજારથી વધુ મતોની લીડ આપતા ભાજપના આગેવાન કાળુભાઇ રાઠોડ, મિતેષભાઇ શાહ, રાજાભાઇ વાળા,નરસીંહભાઇ ડોબરીયા સહીત ભાજપના આગેવાનોએ નગર પાલીકાભવન નીચે ભેગા થઇ ભાજપ કાર્યાલય સામે ફટાકડા ફોડી સરઘસ કરિ એસ.ટી.બસ સ્ટેશન સામે વડલા ચોકી, ત્રિકોણબાગ પાસે ટાવર ચોક પાસે ફટકાડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો ભાજપ ૩૦૩ થી વધુ બેઠકો ભારત ભરમાં મેળવતા એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા તેમજ દેલવાડા, ગીરગઢડા, ધોકડવા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ ઉજવ્યો હતો. તે તસ્વીર.

(10:29 am IST)