સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th May 2018

મોતનો મલાજો જાળવવાના બદલે તળાજાના સરતાનપર (બંદર) ગામે મૃતાત્માઓના પરિવારજનોને ચેક આપવા ભાજપની ફૌજ આવશે

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ચેક વિતરણઃ સંગઠનના આગેવાનો પણ રહેશે હાજર, રાજયના બે મંત્રીઓ પણ લેશે મુલાકાતઃ બપોર બાદ કોંગ્રેસ શાસીત તળાજા તા.પંની નવી બીલ્ડીંગનું રાજયના મંત્રીઓ કરશે લોકાર્પણ, કાર્યક્રમ યોજાશે સાદાઇથી

તળાજા, તા.૨૪: તળાજાના સરતાનપર (બંદર), પાદરીણો અને શહેરના મળી કુલ વીસ પ્રભુજીવીઓના ગમખ્વાર અકસ્માતમાં થયેલા મોતના પગલે આજે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારના  મંત્રીઓ સરતાનપર (બંદર) ખાતે આવી રહ્યા છે મતાત્માઓના પરીવારજનોને આર્થિક સહાય આપવાના નામે કહીશકાય કે સંગઠન સાટો, લોકપ્રતિનિધિઓ સહીતની ર્ફોજ જશખાટવા માટે આવી રહી છે. આ બાબત જાણકાર સૂત્રોમાં ટીકા સાથે ચર્ચાસ્પદ બની છે! બપોરબાદ ભાજપના મંત્રીઓ કોંગ્રેસ શાસીત તા.પંની નવી કચેરીનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજયના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયદીપ પરમાર, જીલ્લાના ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના આગેવાનો બપોરના ૧૧ વાગ્યા બાદ તળાજાના સરતાનપર (બંદર) ગામે ગમખ્વાર અકસ્માતમાં ભેટેલા ૨૦ મૃતાત્માઓના પરીવારજનોને મુખ્યમંત્રી રાહત નિધીફંડમાંથી જાહેર કરાયેલ ચાર લાખની રકમના ચેક અને સાંત્વના આપવા આવી રહ્યા છે.

જાણકાર સૂત્રોમાં આ બાબત ટીકા સાથે ચર્ચાસ્પદ બની છે જીલ્લાના બહુમત સમાજમાં થયેલ અકસ્માતે  મૃત્યુના પગલે સરકાર આર્થિક સહાય કરે તે વ્યાજબી વાત છે પરંતુ આર્થિક સહાય કરવાની સાથે ભાજપ જાણે સહાય કરતો હોઇ તેરીતે કેન્દ્ર,રાજય,પ્રદેશ અને જીલ્લા, તાલુકા ભાજપના સંગઠનના આગેવાનોની પણ કોંજ હાજર રહે. સાથે ચેક અર્પણ કરવાની સાથે જરા ખાટવાના પ્રયાસ કરી ફોટો સેશન જેવો કાર્યક્રમ કરે અને મોતનો મલાજો પણ પાળવામાં ન આવે તે વાત ચર્ચાની એરણે ચઢી છે.

બપોરબાદ ૧.૩૦ કલાકે તળાજા તા.પં કોંગ્રેસ શાસ્ત છે તેવી તા.પંની નવી બીલ્ડીંગનું રાજયના બંને મંત્રીઓના હસ્તે લોકાર્પણ થશે. કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયા હાજર રહેશે. જોકે આ કાર્યક્રમ સાદાઇથી પૂર્ણ કરવાનો છે.

સાચી શ્રધ્ધાંજલી પાઠવવી હોયતો

સરતાનપર (બંદર) સહીત કોસ્ટલ વિસ્તારના હજારો ખેત મજૂરો, દરિયાઇ ખેડુઓ પેટીયુ રળવા ઘર-પરીવાર છોડી સ્થાનિક લેવલે રોજગારી ન હોય ના છુટકે અન્ય પ્રાંતમા મજુરી કરવાનીય છે અને આવા ગમખ્વાર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે આજે સરતાનપર (બંદર) ગામે કેન્દ્ર, રાજયના મંત્રીઓ આવતા હોય તો આ વિસ્તાર અનેક પ્રકારનો વિકાસ ઝંખી રહ્યો છે તેની જાહેરાત કરવી જોઇએ નહીંતર મગરના આંસુ સાર્યા જેવો અભિગમનો લોકોને અનુભવ થશે.(૭.૧૧)

(12:00 pm IST)