સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th May 2018

કાલે ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક

ભાવનગર તા.૨૪ : જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતીની બેઠક તા.૨૫ ને શુક્રવારે સવારે ૧૦ કલાકે પાલીતાણા મુકામે તળેટી રોડ, શહેનાઇ ભવન (મેવાડ ભવન) ની સામે પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમીતભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને અને ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી અને જિલ્લા પ્રભારી વિરેન્દ્રસિંહ વાઘેલા અને રાજેશભાઇ ગોહિલની ઉપસ્થિતિમાં મળશે.

વિસ્તૃત કારોબારીમાં પ્રદેશના જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, ભાવનગર જિલ્લાના જૂદા જૂદા તાલુકા અને નગરપાલીકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો અને ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકાની ચુંટણી લડેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસની જૂદી જૂદી પાંખના વડાઓ અને હોદ્દેદારો અને સહકારી આગેવાનોએ આ વિસ્તૃત કારોબારીમાં હાજર રહેવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઇ વાળા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ અનુરોધ કર્યો છે. તેમ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ઇસ્માઇલભાઇ મહેતરની યાદીમાં જણાવાયું છે.(૪૫.૨)

(10:37 am IST)