સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબીમાં મીનીવાડીયા પરિવારની સાત વર્ષની દીકરીએ ચાર રોજા પૂર્ણ કર્યા

મોરબી : મોરબીમાં મીનીવાડીયા પરિવારની સાત વર્ષની દીકરી મહેકએ પવિત્ર રમજાન માસનાં ચાર રોજા સફળતાપુર્વક પૂર્ણ કર્યા છે. કાળઝાળ ગરમીમાં પવિત્ર રમજાન માસનાં ચાર રોજા રાખવા બદલ પિતા રફીકભાઈ અબ્દુલભાઈ મીનીવાડીયા (પત્રકાર) અને માતા રૂબીનાબેન રફીકભાઈ મીનીવાડીયાએ દુઆ કરી છે. માતા-પિતા સહીત પરિવારજનો દાદા અબ્દુલભાઈ, દાદી ખેરૂનબેન, બેન સાહીસતા, રુકૈયા, આતીફા, કાકા અનવરભાઈ, કાકી ફરીદાબેન, ફઈ યાસ્મીનબેન, કુલસમબેન, ભાઈ સાહેબ, અમન, મહમદ તેમજ મીનીવાડીયા પરિવારએ દુઆ આશીર્વાદ આપ્યા છે.

(10:58 pm IST)