સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબીના યદુનંદન કોવીડ સેન્ટરમાં ક્રીટીકલ સ્થિતિમાં દાખલ કરેલ દર્દી સ્વસ્થ થયા

મોરબીના યદુનંદન કોવીડ કેર સેન્ટરમાં ક્રીટીકલ કંડીશનમાં દાખલ કરવામાં આવેલ દર્દીને સમયસર યોગ્ય સારવાર મળતા તેઓ સ્વસ્થ થયા છે અને કોવીડ સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી
મોરબીમાં જયદીપ એન્ડ કંપની તેમજ લાખાભાઈ જારીયાના સહયોગથી યદુનંદન કોવીડ સેન્ટર જુના બસ સ્ટેન્ડ નજીક કાર્યરત છે જ્યાં અતિ નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ, ચાર દિવસથી તાવ આવતો હોય અને સીટી સિક્યુરીટી સ્કોર ૧૫/૨૫ હોય તેવા દર્દીને દાખલ કરવામાં આવ્યું હતું જે દર્દીને કોવીડ સેન્ટરના કાર્યકરો અને મેડીકલ સ્ટાફે યોગ્ય સારવાર આપી હતી અને કાર્યકરોની મહેનત રંગ લાવી હતી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યું હતું

(10:55 pm IST)