સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

જામનગર આદર્શ સ્મશાન (સોનાપુરી)માં લાકડા સંચાલિત અગ્નિદાહ ગૃહ માટે રૂ. ૭,૫૧,૦૦૦નું દાન

જામનગરઃ સ્મશાન (સોનાપુરી)માં અનેક મૃતદેહો આવી રહ્યા છે, અને કલાકો સુધી અગ્નિદાહ માટે મૃતકોના પરિવારજનોએ રાહ જોવી પડે છે. આવી પરિસ્થિતિમાં આદર્શ સ્મશાન ગૃહના સંચાલકો સ્મશાનનું વિસ્તૃતિકરણ યુદ્ઘના ધોરણે કરી રહ્યા છે. ત્યારે જામનગર લેઉવા પટેલ સમાજના ભામાશા અને એ. બી. વિરાણી કન્યા વિદ્યાલયના મુખ્ય દાતા તેમજ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ તેમજ ટ્રસ્ટી સ્વ. કરશનભાઈ બેચરભાઈ વિરાણીના સ્મરણાર્થે એક લાકડા સંચાલિત સ્મશાનને લોકાર્પણ કરવા માટે રૂ. ૭,૫૧,૦૦૦/નું દાન મનુભાઈ કરશનભાઈ વિરાણી પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલ અને ટ્રસ્ટનો ચેક એડવોકેટ  દિનેશભાઈ વિરાણી દ્વારા સ્મશાન વ્યવસ્થા સમિતિના પ્રમુખ  દીપકભાઈ જયંતિલાલ ઠક્કર, માનદ્દ મંત્રી દર્શનભાઈ જગદીશચંદ્ર ઠક્કર, ટ્રસ્ટી  વિશ્વાસભાઈ જગદીશચંદ્ર ઠક્કર અને મહેશભાઈ ભાણજીભાઈ રામાણીને સમાજ સેવક મહાવીર દળને આપવામાં આવેલ હતો.

(1:12 pm IST)