સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

કેટલીક હોસ્પિટલો ખાનગીમાં દર્દીને રજા દેવાઇ

દેવભૂમિના વડા મથક ખંભાળીયામાં ઓકિસજન બાટલા ખલાસ થઇ ગયાઃ ચાર દિ'થી નહીં!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :.. મોટાભાગની કોવીડ-કોરોના રોગની સારવાર માટેની મોટી હોસ્પિટલો આવેલી હોય ખાનગી રીતે સપ્લાય કરનારા એજન્સીએ બાટલા ના હોય હાથ ઉંચા કરી દેતા ગઇકાલે એક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બાટલા હોય તો જ વ્યવસ્થા દર્દીની થશે કહી દેતા દર્દીના સગા-વહાલા બાટલા માટે દોડયા હતાં.

બાટલો તમે લાવો તો વ્યવસ્થા દર્દીની થશે તેમ કહેતા દર્દીઓની ભીડ સરકારી હોસ્પિટલે ઉમટતા ત્યાં પણ સ્થિતિ વિકટ થઇ ગઇ હતી તો સારવાર સમયસર ઓકિસજનની ના મળતા ત્રણેક વ્યકિતઓ એ જીવ ગુમાવવા પડયા હતાં.

ખંભાળીયા પાલિકાની એમ્બ્યુલેસમાં બે ઓફીસજન બાટલા નાખેલા છે તેમાં પણ પાંચ દિવસથી બાટલા ભરાવવા માટે વ્યવસ્થા ના થતાં દર્દીઓને ઓફીસજન સાથે ઇમરજન્સીમાં કયાં મુકવા તે પ્રશ્ન ઉભો થયો છે તો અનેક ખાનગી એમ્બ્યુસો જે ઓકિસજન સાથે મળતી તેમાં ખાલી બાટલા જ રહ્યા છે...

(1:11 pm IST)