સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબી જિલ્લામાં કોરોનાના નવા ૬૧ કેસો : પ્રથમ વખત સરકારી ચોપડે મૃત્યુનો આંક સાચો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૬૧ કેસ નોંધાયા છે. જયારે ૬૨ દર્દીઓ સ્વસ્થ થયા છે તો ૦૪ દર્દીના મૃત્યુ સરકારી ચોપડે બતાવવામાં આવ્યા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૮ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૧૯ શહેરી વિસ્તારમાં જયારે ૦૩ દર્દીના મૃત્યુ થયા છે. વાંકાનેર તાલુકાના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૭ કેસોમાં ૧૦ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ કેસો ગ્રામ્ય વિસ્તારમાં અને એક દર્દીનું મૃત્યુ થયું છે તો માળિયા તાલુકાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૬૧ કેસ નોંધાયા છે જયારે ૬૨ દર્દીઓ સ્વસ્થ થયા છે તો જીલ્લામાં કુલ ચાર દર્દીના મૃત્યુ થયા છે.

નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસોનો આંક ૪૬૮૨ થયો છે. જેમાં ૬૭૦ એકટીવ કેસ છે. સરકારી ચોપડે અને કોવીડ પ્રોટોકોલ મુજબ કરેલ અંતિમ સંસ્કારનો આંક ૦૪ નો પ્રથમ વખત સરખો આવ્યો છે.

(12:49 pm IST)