સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

જેતપુરમાં શની-રવિ સાડી પ્રીન્ટીંગ યુનિટો બંધ

મોતીબજારમાં ઘણા દુકાનદારોની દુકાનો ખુલ્લી

(કેતન ઓઝા દ્વારા) તા. ર૪ :.. શહેરમાં કોરોનાનો કહેર વધતો જતો હોય દિવસે ને દિવસે પોઝીટીવ કેસોની સંખ્યા વધતી જાય છે તેમાં પણ ઓકસીઝન લેવલ ઘણા દર્દીઓનું નીચે જતુ રહેતુ હોય મુશ્કેલી વધતી જાય છે. મૃત્યુનો આંક પણ વિચારી ન શકાય તેટલો વધે છે. આ મહામારીને રોકવા સંક્રમણની ચેઇન તોડવા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શની-રવિ બંધનું સ્વૈચ્છીક એલાન અપાયેલ જેમાં મોટાભાગના વેપારીઓ ગંભીરતા સમજી દુકાનો સદંતર બંધ રાખે છે. પરંતુ અમુક વેપારીઓ અનેક દલીલો સાથે દુકાનો ખુલ્લી રાખે છે.

ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. પ્રમુખ જેન્તીભાઇ રામોલીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ જેમાં તમામ કારખાનાઓ શની-રવિ બે દિવસ બંધ રાખવા નકકી થતા આજે મોટાભાગના કારખાનાઓએ બંધ રાખેલ છે.

(12:48 pm IST)