સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

સ્મશાનમાં ચીમની બ્લાસ્ટ

ગીર સોમનાથમાં ૮પ કોરોના પોઝીટીવ સીવીલમાં ૧૦૩ સારવારમાં ૮રનું વેઈટીગઃ બિન સતાવાર ૧૬ના મૃત્યુ ખાનગી હોસ્પીટલો હાઉસફુલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: ગીર સોમનાથ જીલ્લામાં ૮પ કોરોના પોઝીટીવ આવેલ છે સૌથી  મોટા આંકડા અત્યાર સુધીના છે સીવીલમાં ૧૦૩ સારવાર લઈ રહયા છે ૮ર નું વેઈટીગ છે બિન સતાવાર ૧૬નો મૃત્યુ આંક જાણવા મળેલ છે ખાનગી હોસ્પીટલોમાં પગ મુકવાની જગ્યા નથી.

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના કાળો કહેર જોવા મળે છે આજે ૮પ કેસો આવેલ છે તેમાં વેરાવળ ૧૦,સુત્રાપાડા ૭,કોડીનાર ૬, ઉના ૩૬, ગીરગઢડા ૬, તાલાલા ર૦નો સમાવેશ થાય છે સીવીલમાં ૧૦૩ સારવારમાં છે ૮ર નું વેઈટીગ છે ત્રીવેણી સ્મશાન ઘાટમાં સતત મૃતદેહ નો અગ્નીદાહ દેવાતા ચીમની બ્લાસ્ટ થયેલ હતી ર૪  કલાકમાં ગેસ ભઠી લાકડા માં ૧૬ના મૃત્યુ થયેલ છે તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે જીલ્લામાં આ આકડો ખુબજ મોટો છે કોરોનાની સારવાર લેતા અંબાજી મંદિર ના મહંત પુજય ચંપામાં નું મૃત્યુ થયેલ હતું ૧૭ ખાનગી હોસ્પીટલો માં ૪૦૦ જેટલા દર્દીઓ વેરાવળ માં સારવાર લઈ રહેલ છે તે સિવાય છ તાલુકામાં ૩૦૦ થી વધારે દર્દીઓને સારવાર અપાય રહેલ છે ગીર સોમનાથ જીલ્લામાં ૮૦૦ થી વધારે દર્દીઓ હોસ્પીટલામાં સારવાર લઈ રહેલ છે પ૦૦ થી વધારે વેઈટીગ છે પ૦૦૦ થી વધારે હોમ આઈસોલેટ છે આ વિસ્તારમાં ભારે કટોકટી સર્જાયેલ છે.

(12:47 pm IST)