કતલખાને લઇ જવાતા ચાર બળદ સાથેનું વાહન વિંછીયામાં ઝડપાયુ
વિંછીયા તા. ર૪ : વિંછીયા પોલીસે કતલખાને લઇ જવાતા ચાર બળદો સહિતના આઇસર ટ્રકને બે ઇસમો સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલ રાત્રીના વિંછીયાના જાગૃત નાગરીકોએ શંકાસ્પદ આઇસર ટ્રક નં. જીજે.૧૬-ઝેડ ૯૯ર૪ ને રોકાવી વિંછીયા પોલીસને જાણ કરી પોલીસને સ્થળ પ બોલાવી આઇસરમાં તપાસ કરતા દોરડા વડે મોઢા બાંધી ઘાસ પાણીની વ્યવસ્થા વગર ચાર નંગ બળદ મળી આવેલા આઇસરની કેબીનમાં રહેલા ડ્રાઇવર અલ્તાફ ફિરોજ દિવાન ઉ.ર૪ રહે પાલેજ તથા મહેશ, વિનુ વસાવા ઉ.ર૮ જાતે આદિવાસી ચકલાદ જિ. ભરૂચની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા અને બળદોને કતલખાને લઇ જતા હોવાનું જણાતા ચાર નંગ બળદ, આઇસર ટ્રક બે મોબાઇલ વિગેરે મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે વિંછીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જેકાભાઇ સગરામભાઇ રમાદીયાની ફરીયાદથી કાર્યવાહી હાથ ધરી છે જયારે પકડાયેલા ચારેય બળદોને વિંછીયા મહાજન પાંજરાપોળમાં અભયદાન અપાયું છે.