સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મેંદરડા પાસે પાડીનું મારણ કરતો દિપડો

મેંદરડા,તા. ૨૪: મેંદરડા રોડ પર આવેલ તુલસી હોટલ જે તેમના ઘરની પાછળ ઢા રિયામાં પાંચક ઢોરને રાખે છે તેમાંથી દીપડાએ રાત્રિના ૧ વાગે અંદર જઇ બે વર્ષના પાડીનું મારણ કર્યું છે. ત્યાં રેતા અશ્વિનભાઈ ખૂંટ અને રાજુભાઈ ખૂંટે જણાવ્યું હતું કે આ દીપડો અહીં ઘણા મહિનાથી આંટાફેરા મારે છે.

તેમાં થોડા દિવસ પહેલા બાજુની વાડીમાં રાતના સમયે દીપડો ઘરના દરવાજા પાસે પહોંચી ગયો હતો ત્યારબાદ તેની ત્યાથી બિલાડીનું મારણ કર્યું હતું દીપડાએ પાડાનું મારણ કરી તેને ૫૦૦ મીટર ખેંચી બગીચામાં મીજબાની માણી હતી.

સવારે ઉઠતાં જ ઘરના સભ્યોને ખબર પડતાં આજુબાજુમાં જોયું ત્યાં દીપડાએ પાડાનું મારણ કર્યું હતું. દીપડાએ રાત્રિના મારણ કરી અડધો ખાઈ ગયો હતો સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા છે. જો તંત્ર વહેલી તકે આ દીપડાને નહિ પકડે તો હજુ પણ આ દીપડો શિકાર કરશે. અવારનવાર આ દીપડો અહીંયા કૂતરાઓનું મારણ કરી જાય છે.

(11:43 am IST)