સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબીના સેવાભાવી યુવાને ઓક્સીજન સીલીન્ડર મેન્ટેઈન કરતા પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવી જરૂરિયાતમંદોને આપ્યા

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સીજન લેવલ ઘટતા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડે છે જે ઓક્સીજન આપવા માટે ઓક્સીજન સીલીન્ડર મેન્ટેઇન કરતા પ્રેશર કંટ્રોલ વાલ્વની ઘટ હોવાથી મોરબીના એક સેવાભાવી યુવાને પોતાની કોઠાસૂઝથી ૩૭ પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવી ૩૭ વાલ્વ જરૂરિયાતમંદોને આપ્યા છે
મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં રહેતા જયેશભાઈ શેખવા વાહનોના રીપેરીંગનું ગેરેજ ચલાવે છે માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કરેલ હોય છતાં કઈક કરી બતાવવાની તેની ભાવના અને અથાગ પ્રયાસોને પગલે ઓક્સિજનના સિલિન્ડરનું પ્રેશર કંટ્રોલ કરી શકે તેવા વાલ્વની ઘટ હોવાથી પ્રેશર કંટ્રોલ વાલ્વ જાતે બનાવ્યા છે મશીનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યા બાદ તેનું મટીરીયલ્સ મંગાવ્યું હતું અને પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાનું કાર્ય એમાં સફળતા પણ મળી છે
અને છેલ્લા ચાર દિવસમાં આવા 37 જેટલા મશીન બનાવવા અને હજુ આ કાર્ય ચાલુ જ છે. એક વાલ્વ મશીન બનાવવા માટે રૂ. 1200 જેટલો ખર્ચ થાય છે. પણ સેવાભાવી યુવાન જરૂરિયાતમંદ દર્દીઓને આ વાલ્વને વિનામૂલ્યે આપે છે. જ્યારે ખર્ચ કરી સકે તેમ હોય તેવા દર્દીઓ પાસેથી માત્ર ખર્ચ પુરતી રકમ જ લે છે

(10:33 pm IST)