સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

ધ્રોલમાં ઉમા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

ઓકિસજન સાથે બેડની સુવિધાઃ ધીમે-ધીમે ર૦૦ બેડની સુવિધા ઉભી કરાશે

(મુકુંદ બદીયાણી -હસમુખરાય કંસારા દ્વારા) જામનગર તા. ર૪ : કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતીમાં જામનગર, રાજકોટ, મોરબી સહિતની સરકારી હોસ્પીટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનો ધસારો રોજ બરોજ વધતો જાય છે. ત્યારે કોરોનાના દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ધ્રોલ ખાતે જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવાનો નિર્ણય સંસ્થાના અગ્રણીઓ દ્વારા લેવામાં આવેલ છે.

ધ્રોલ-જામનગર હાઇવે રોડ પર આવેલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં આવેલ ન્યુ હોસ્ટેલ ખાતે તાત્કાલીક ૮૧ બેડથી આ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને અન્ય મેડીકલ સ્ટાફ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થશે ર૦૦ બેડ સુધીની વ્યવસ્થા કરવાની તૈયારી સાથે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

કડવા પટેલ કેળવણી મંડળ તથા જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના ઉપક્રમે આ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જેમાં દર્દીઓને દવા, ઓકસીજન, રહેવા, જમવાનું તેમજ દર્દીઓના સગાવ્હાલાઓને પણ જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી આપવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે સીદસર ઉમીયાધામના સહકારથી સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, સંસ્થાના પ્રમુખ બી.એચ.ઘોડાસરા, મુરજીભાઇ ભીમાણી સ્થાનીક તાલુકા પંચાયત તથા નગરપાલીકાના સહકારથી શરૂ કરવામાં આવી રહેલ છે.

આ કોવીડ કેર સેન્ટર માટે પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ અને જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી ગોવિંદભાઇ અમૃતીયાના સહયોગથી સંસ્થા તરફથી રૂ. એકલાખનું અનુદાન આપેલ છે. તેમજ મુરજીભાઇ ભીમાણી તથા મનુભાઇ વીરપરીયા (જલગંગા) વાળા તરફથી ૧પ ઓકસીજન મશીનનો સહકાર સાંપડેલ છે તેમજ અનેક દાતાઓના સહકાર પણ આ કાર્યમાં સાંપડી રહેલ છે.

કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના આ પવિત્ર કાર્યમાં પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જી.પં.સદસ્ય લખધીરસિંહ જાડેજા, સહિત પટેલ સમાજના આગેવાનો સક્રિય કામગીરી કરીને સેવાઓ આપી રહેલ છે.

ધ્રોલ ખાતેના આ કોવિડ કેર સેન્ટર અંગેની જાણકારી માટે રમેશભાઇ જાકાસણીયા મો.૯૮રપર ૯૮ર૩૧ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે

ઉમા કોવિડ કેર સેન્ટરના આગેવાન જેમાં જેરામબાપા વાંસજાડીયા, મેનેજીંગ ટ્રસ્ટી કડવા-પટેલ કેળવણી મંડળ ધ્રોલ અને બી.એસ.ઘોડાસરા (પૂર્વ કલેકટર) મેનેજીંગ ટ્રસ્ટી ઉમીયાજી પરિવાર એજયુ કેશન ટ્રસ્ટ ધ્રોલ આગેવાનીમા તેમની તમામ ટીમ દ્વારા તાત્કાલીક વધુમા વધુ બેડ સહિત તમામ દર્દીઓને સગવડ મળી રહે તે માટે સતત ટીમ દ્વારા મહેનત કરી રહ્યા છે. હાલ વિશ્વભરમાંં કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે જો આવી તાલુકા અને જિલ્લામાં તમામ વ્યવસ્થાઓ બને તો આ કોરોનાની મહામરી સામે ટુંક જ સમયમાં આપણો વિજય થઇ શકે હાલ અત્યારે સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે. ત્યારે કોઇની દર્દીને નાના મોટી ટ્રીટમેન્ટ ઓકિસજન વ્યવસ્થા મળી રહેતો તાત્કાલીક આપણે આપ કોરોના સામે જંગ જીતી જાસુ તમામ ઉદ્યોગ પતિ આગળ આવે આવી નાના મોટી બેડની વ્યવસ્થા થઇ શકે તો આ મહામારી થઇ શકે તો આ મહામારી સામે આપણે જીતી જશો ફરીથી આપણે અર્થતંત્ર પાટાપર ચડાવી છું તમામ લોકો આગળ વધીએ સોશિયલ ડીસ્કશન રાખીએ સરકારના તમામ નિયમોનું પાલન કરીએ ચોકકસ માસ્ક પહેરીએ અને કોરોનાને હરાવીએ (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) અમિત કંસારા (ધ્રોલ)

(12:46 pm IST)