સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

લાઠીના સરકારી પીપળવામાં નિંદ્રાધીન આધેડ પર હથિયારથી હુમલો :રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ: બનાવ હત્યામાં પલટાયો

 

લાઠી તાલુકા ના સરકારી પીપળવા ગામે નિંદ્રાધીન આધેડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા ધારદાર હથીયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી નાસી ગયા બાદ ૧૦૮ ની મદદ થી પ્રથમ અમરેલી બાદ રાજકોટ સારવાર દરમ્યાન આધેડ નું મોત થતા પોલીસે તપાસ અને અજાણ્યા શખ્સ સામે હત્યા નો ગુનો નોધવા ચક્રો ગતિમાન છે

મળતી વિગત મુજબ લાઠી ના સરકારી પીપળવા ગામે ગત રાત્રી ના ૧૧.૩૦ દરમ્યાન પોતાના ઘર ની બહાર સુતેલા કેશવભાઈ માધાભાઈ પોકીયા ઉવ ૫૦ ઉપર એક બુકાનીધારી શખ્સ દ્વારા લોખંડ ના ધારદાર હથીયાર વડે હુંમલો કરી નાશી જતા પ્રથમ અમરેલી બાદ રાજકોટ વધુ સારવાર દરમ્યાન મોત થતા બનાવ ખુન ના ગુન્હા માં પરિણમ્યો છે

 ગત રાત્રી ના સમયે નિત્ય કર્મ મુજબ ચોક માં મિત્રો સાથે બેઠા બાદ રાતે નવા બહુમાળી મકાન પાસે ડેલા ગેઇટ નજીક સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હિચકારો હુમલો નિંદ્રાધીન અવસ્થા માં કરી અને પેટ ના ભાગે લોખંડના ધારદાર હથીયારથી મારમારવામાં આવ્યા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી હુમલાખોર ઝપાઝપી દરમ્યાન પોતાના ચંપલ પણ બનાવ સ્થળે છોડી નાસી ગયા નું જાણવા મળે છે.

(12:51 am IST)