સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

ભાવનગરમાં જાહેર રસ્તામાં આખલા યુદ્ધે ચડ્યા :છુટા પાડવા ગયેલ શખ્સને આખલાએ કચડ્યો

ભોગ અનેકવાર સ્થાનિક મનપા તંત્ર ને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી

ભાવનગરમાં આખલાઓએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો બે આખલાને છુટ્ટા પાડતા હુમલો કર્યો હતો  છુટ્ટા પાડનાર શખ્સને આખલાએ કચડયો હતો જોકે  સદનસીબે શખ્સને સામાન્ય ઇજા થઇ હતી  મનપાની ઘોર બેદરકારીએ લોકો ભોગ બની રહ્યાં છે

   ભોગ અનેકવાર સ્થાનિક મનપા તંત્ર ને રજૂઆત કરવા છતાં રખડતા ઢોરનો શહેરમાંથી નિકાલ કરવામાં આવતો નથી

ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે ભીડભંજન ચોકમાં બે આખલા બાખડતા ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો સાથે જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે.

(9:44 pm IST)