સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

લીલીયાના ક્રાંકચમાં પાકીટ ચોરીનો ખોટો આરોપ નાખી મરી જવા મજબુર કર્યાની રાવ

પોલીસ કર્મચારી સહિત ત્રણ સામે ફરીયાદઃ ચકચાર

અમરેલી, તા.૨૪: લીલીયાના ક્રાંકચ ગામે રહેતા કાંતીગીરી બાલુગીરી ગોસાઇની પત્નિ શારદાબેન ઉપર એ જ ગામના પોલીસ કર્મચારી ભરત ઉર્ફે ભયલું, પ્રતાપ ખુમાણી, અજીત, ધાધલ, હરેશ ભામલુ જેબલીયા નામના શખ્સોએ પાકીટ ચોરીનો ખોટો આરોપ મુકી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ત્રાસ ગુજારી, જીવવું મુશ્કેલ કરી દેતા કેરોસીન છાંટી સળગી આયખું ટુંકાવી લેતા મરી જવા મજબુર કર્યાની ફરીયાદ લીલીયા પોલીસમાં થવા પામી હતી.

ચાવંડમાં પડી જતા ભીક્ષકનું મોત

લાઠી પંથકના ચાવંડ ગામે સાગર હોટલમાં ખુરશી ઉપર બેસેલા એક અજાણ્યા પુરૂષ ભીક્ષકનું પડી જતા બેભાન થઇ જતા તેનું મોત નીપજયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ધારીમાં ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા પાઇપ વડે માર માર્યો

ધારીમાં શિવનગર પાર્ટી પ્લોટમાં રહેતા હીરેન મનસુખભાઇ મકવાણા ઉપર મનીષ જીતુભાઇ, રઘાભાઇ, મનીષભાઇની પત્નિ, તેની બહેને મળી ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા પાઇપ વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની ફરીયાદ ધારી પોલીસમાં થવા પામી છે.

(4:09 pm IST)