સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

શિહોર નજીક પતિની હત્યાઃ પત્નિ પાસેથી ર કિલો ચાંદીની લૂંટ

લૂંટારૂઓ ત્રાટકયાઃ પત્નિને બાંધીને ધારીયુ ઝીંકીને નાસી છૂટયા

ભાવનગર તા ૨૪ :  ભાવનગર નજીક શિહોર પાસે પાંચ શખ્સોએ દંપતિ ઉપર હુમલો કરી પતિની હત્યા કરી તેની પત્નીને બાંધી દઇ માર મારી ર કિલો ચાંદીની લૂંટ ચલાવી નાસી છુટતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

ખુન અને લૂંટના આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનાગર જીલ્લામાંશિહોર પાસેના ધાંધળી ગામની સીમમાંૅ રહેતા સંજયભાઇ બીજલભાઇ પરમાર અને તેના પત્ની ઉપર પાંચ શખ્સોએ   હુમલો કરી સંજયભાઇના માથાના ભાગે ધારીયુ ઝીંકી તેની હત્યા કરી નાખી હતી અને સંજયભાઇના પત્નીને બાંધી તેને પણ માર મારી તેઓની પાસે રહેલ બે કિલો ચાંદીની લૂંટ ચલાવી આ શખ્સો નાસી છુટયા હતા.

આ બનાવની જાણ થતાં જ શિહોર પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયલ હતો અને તપાસ હાથ ધરી હતી.

(3:43 pm IST)