સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જેતલસર જંકશનના કર્મચારી પતિ સામે પત્નિએ કરેલ અપીલ રદ

જેતલસર તા. ર૪: જેતલસર જંકશનમાં રહેતા રેલકર્મચારી ગજેન્દ્રસિંહ ઉર્ફે ખોડુભા બહાદુરસિંહ ઝાલાએ તેમના પત્ની આનંદબા ઉફે.ર્ વર્ષાબા (રે. મુળીલા, તા. કાલાવડ) સામે છુટાછેડા મેળવવા માટે ગોંડલની સિનિયર કોર્ટમાં દાવો કર્યો હતો. જે કોર્ટ મંજુર કર્યો હતો. આવા ચુકાદાથી નારાજ આનંદબાએ ગોંડલની એડિશનલ ડિસ્ટ્રકટ કોર્ટમાં નીચેની કોર્ટનો હુકમ રદ કરી લગ્નજીવન ચાલુ રાખવા વર્ષ મે-ર૦૧રમાં અપીલ કરી હતી. આ અપીલ સામે જેતપુરના સિનિયર એડવોકેટ સનતભાઇ મહેતા, દેવયાનીબેન દવે અને વિજયભાઇ ગોહેલ દ્વારા આનંદબાની અપીલ રદ કરવાની અસરકાર દલીલોને ધ્યાને લઇ ગોંડલની એડિશનલ કોર્ટે ગત તા. ૧૯-૪ના રોજ આનંદબાની અપીલ રદ કરી છે.

(11:59 am IST)