સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

કચ્છના નાંદા ગામે પાણી અને શિક્ષણના મુદ્દે કર્યો મતદાનનો બહિષ્કાર- વહીવટીતંત્ર,નેતાઓની સમજાવટ નિષ્ફળ

ભાજપની તરફેણનું ગામ હોવા છતાંયે નેતાઓ દ્વારા ઉપેક્ષિત કરાતું હોવાની લાગણી

ભુજ, તા.૨૪:  લોકસભાની ચૂંટણી દરમ્યાન કચ્છના રાપર તાલુકાના નાંદા ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગામમાં ૨૬૦ જેટલા મતદારો પૈકી માત્ર ૧ જ વોટ પડ્યો હતો. જોકે, મીડીયા મારફતે મતદાન બહિષ્કારની ખબર પડ્યા પછી વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોએ સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા પણ પાણીની કાયમી સમસ્યા તેમ જ બસના અભાવે શાળાએ જતા બાળકો દ્વારા અભ્યાસ અધુરો છોડવાની સમસ્યા અને દરરોજની સમસ્યાઓથી કંટાળેલા ગ્રામજનોની હિજરતને પગલે આક્રોશ અનુભવતા ગ્રામજનોએ મક્કમ પણે મતદાનનો બહિષ્કાર કરવાનું મન મનાવી લીધું હોઈ મતદાન થયું નહોતું. સાંજે ૬ વાગ્યે પોલિંગ સ્ટાફે માત્ર એક જ મત પડેલ મતપેટીને સીલ કરી હતી. ભાજપની તરફેણનું ગામ હોઈ જિલ્લા પચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ નાંદા ગામના ગ્રામજનોને સમજાવવા પ્રયાસો કર્યા હતા પણ તે પ્રયાસો છતાયે ગ્રામજનો ટસના મસ થયા નહોતા.

(11:59 am IST)