સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

અમરેલી લોકસભા બેઠક અને ગારીયાધાર વિધાનસભાનું પર.૦૪% મતદાન

ખારડી ગામે વીવીપેટ બદલાયુ તો ગંગાનગરમાં ઇવીએમના કારણે થોડીવાર મતદાન ખોરવાયુ

ગારીયાધાર તા. ર૪ :.. ગારીયાધાર-જેસર-મહુવા ૧૦૧ વિધાનસભા બેઠક પર અમરેલી લોકસભા બેઠકનું અંદાજે પર.૦૪ ટકા મતદાન થવા પામ્યું હતું.

ગારીયાધાર વિધાનસભા પર  ગઇકાલે વહેલી સવારે ૭ કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે ૬ કલાક સુધી આ મતદાન શરૂ રહેવા પામ્યું હતું. જેમાં ર૧૭ બુથનું પર.૦૪ ટકા મતદાન થવા પામ્યું હતું.

જયારે આ બેઠક પરનું ગારીયાધાર શહેરનું ગંગાનગર બુથ પર ઇવીએમ ના કારણે મતદાન થોડી ક્ષણો માટે બંધ રહ્યું હતું તો ગારીયાધારના ખારડી ગામે વીવી પેટ બદલાવાયું હતું.

વળી, સમગ્ર બેઠક મતદાન દરમિયાન ગારીયાધારના તાલુકા શાળાના નવા બિલ્ડીંગના બુથમાં વારંવાર ભાજપા - કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણો થવાના બનાવ બનતા જોવા મળ્યા હતાં.

(11:58 am IST)