સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જસદણમાં રેલ્વે શરૂ કરાવવા લોકોની માંગ બન્ને પક્ષોએ સાંસદની જીતનો કરેલ દાવો

રાજકોટ લોકસભાની બેઠકની ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે જસદણ વિંછીયા આ બન્ને તાલુકામાં તાજેતરમાં યોજાયેલ ધારાસભાની પેટાચૂંટણી કરતાં ઓછું મતદાન થયેલ છે. આમ છતા આ પંથકના બન્ને પક્ષોએ પોતપોતાના પક્ષના ઉમેદવારની જીત ગણાવી છે ત્યારે ગાદી પર આવનારા સાંસદ જસદણથી રેલ્વે શરૂ કરાવે એવી જસદણવાસીઓની માંગણી છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)

(11:56 am IST)