સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

વર્ષો બાદ ગુજરાતમાં લોકોએ વધુ મતદાન કર્યું છે : રાજાણી

મહુવા, તા. ર૪ : લખનૌથી પોતાના વતન મહુવામાં મતદાન કરવા માટે શીયા ઓલમાએ હિન્દના ઉપપ્રમુખ મૌલાના રાજાણી હસન અલી રૂહાનીએ આવી મહુવાની કન્યા શાળામાં પોતાનો મત આપીયો સાથે મેહંદીબાપુ સાદાત શીયા જમાતના પ્રમુખ હુસેનઅલીભાઇ કડક  પણ જોડાયા હતા. મોલાનાએ કહ્યું કે ગુજરાતમાં ઇવીએમ તથા સેકયુરીટી ઉપરાંત તમામ બંદોબસ્ત સારો હતો. ઘણા વર્ષોબાદ ગુજરાતમાં માણસોએ વધારેથી વધારે મતદાન કર્યું છે.

(11:55 am IST)