સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

જામનગરમાં પોૈરાણીક શ્રી બાલા હનુમાન મંદિરે છઠ્ઠી મે એ સંકિર્તન મહાયજ્ઞને ૨૦ હજાર દિવસ પૂર્ણ

વિશિષ્ટ પ્રવૃતિઓને લીધે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

જામનગર : જામનગરના ગોૈરવસમું શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર નામ નિષ્ઠ ચૈતન્યાવતાર શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની અવિતર ભકિતની યાદી અપાવી રહ્યું છે. પ્રસિધ્ધ રણમલ તળાવની પાળે ઘેઘુર વડલાની શીતળ છાયામાં મંદ મંદ પવન વાતો હોય તેવા રમણીય વાતાવરણમાં છતૈોની (બીહાર) ના આ મિનોૈરી સંતે રામનામની આરલેક જગાવી અને આજકાલ કરતાં તા. ૦૬-૦૫-૨૦૧૯ ના દિવસે આ વાતને ૨૦,૦૦૦ (વીસ હજાર)દિવસ પુરા થશે. આ દિવસો દરમ્યાન અહીં '' શ્રી રામ જય જય રામ'' નો મંત્ર અવિરત ગુંજતો રહયો છે.

મહારાજશ્રીએ સમગ્ર સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં સંકીર્તન મહાયજ્ઞો કાર્યા, જેના પ્રતાપે આજે જામનગર, રાજકોટ,દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને મહુવા તથાબિહારમાં મુઝકરૂરપુર માં અખંડ ના સંકીર્તન ચાલે છે. અન્ય અનેક કેન્દ્રોમાં નિયત સમયાવિધ માટેની ધુન ચાલે છે.

પુઝય મહારાજશ્રી શાસ્ત્રોના જાણકાર વિદવાન હતાં, પરંતુ પ્રવચનો કરવા કરતાં ભાવ મસ્તીમાં ડુબી રામનામનું સંકીર્તન કરવું તેમને પ્રિય હતું. જામનગરને પોતાની પ્રવૃતિઓનું કેન્દ્ર બનાવી તેમણે સમગ્ર ગુજરાતમાં રામનામનો પ્રચાર કર્યો. તેમના વ્યકિતત્વેની મોહકતા એવી હતી કે, લોકો તેમનાથી પ્રભાવિત થઇ રામધૂનમાં જોડાતા અને કયારેક તો ભાવ મસ્તીમાં નાચવા લાગતાં.

આ મંદિરની વિશિષ્ટ પ્રવૃતિઓને લીધે જ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આ મંદિરનો ગોૈરવભેર ઉલ્લેખ થયો છે.

જામનગર શહેરમાં રીલાયન્સ અને એસ્સારની વિશાળ રીફાઇનરીઓ આવેલ છે. આને લીધે ખેશ-વિદેશના અસંખ્ય યાત્રાળુઓ જામનગર આવે છે અને આ વિશ્વ પ્રસિધ્ધ મંદિરની મુલાકાત લે છે. આ ઉપરાંત પણ અનેક વિદેશી સહેલાણીઓ મંદિરની મુલાકાતે પધારે છે.

તા. ૦૬-૦૫-૨૦૧૯ ને સોમવારના આ સંકિર્તન મહાયજ્ઞને ૨૦,૦૦૦ દિવસપુરા થશે. આ દિવ્ય પળને વધાવવા માટે તા. ૧૭-૦૪-૨૦૧૯ થી ૨૦ દિવસ પર્યત વિશેષ રામધૂનનું આયોજન કરેલું છે, ખાસ કરીને  રાત્રિ દરમ્યાન જામનગર શહેરના અસંખ્ય કલાકારો ધુનની રમઝટ બોલાવશે.

આ મહાયજ્ઞના પ્રાણરૂપ આ શહેરના અસંખ્ય ભાવુક કલાકારો છે, જેમણે પોતાનો મધુર કંઠ વહાવી ભકિતની ગંગા પ્રગટાવી છે. આ પ્રસંગે અનેક સંત મહાત્માઓ અને વિશિષ્ટ વ્યકિતઓની ઉપસ્થિતીમાં આ કલાકારોની ''પ્રેમરત્ત્ઁન પુરસ્કાર'' આપવામાં આવશે. અત્યારે ૩૦૦ ઉપરાંત કલાકારો અહીં કાર્યરત છે.

તા. ૦૬-૫-૨૦૧૯ ની સાયંં આરતીમાં સોૈ નગરજનો પોતાની આરતી લાવી આ દિવ્ય મહાઆરતીમાં સામેલ થઇ શકશે.

આ દિવસો દરમ્યાન જ મહારાજશ્રી ની ૪૯મી પૂણ્યતિથી હનુમાન જયંતિના પવિત્ર તહેવારો પણ આવતાં હોઇ તેની પણ શાનદાર ઉજવણી કરવામાં આવશે.

અહીં આટલા દિવસોમાં કેટલા મંત્રો ગવાયા હશે તેનો અંદાજ જાણકારોએ કાઢયો છે. સામાન્ય રીતે એક મિનીટમાં ૨૦ થી ૨૫ મંત્રોનું ગાન ગાય છે. આપણે ઓછામાં ઓછા ૨૦ મંત્રો ગણીએ તો એક કલાકમાં ૬૦૦ મંત્ર ગવાય. એક દિવસમાં ૨૪*૬૦૦= ૧૪૪૦૦ મંત્ર થાય આ હિસાબે વીસ હજાર દિવસમાં ૨૮,૮૦,૦૦,૦૦૦/- મંત્રો ગવાયા હોય, આ મંત્ર સંખ્યાએ જગ્યાના અણુએ અણુંને જાગૃતિ આપી છે.

શાસ્ત્રો અનુસાર કોઇ પણ વ્યકિત ૧૩ કરોડ મંત્ર જાપ કરે તો તે મંત્ર સિધ્ધ થાય છે. અહીં હજારોની સંખ્યામાં લોકોને આ લાભ મળેલો છે. આથી જ અહીં દાખલ થતા જ શાંતિનો હનુભવ થાય છે.

ભાવિ યોજનારૂપે ભકતો પાસે મંત્ર લેખન કરાવી તેનું ભવ્ય મંત્ર મંદિર ઉભું કરવાની નેમ છે. આ માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરીદેવામાં આવી છે.

        ::: સંકલન :::

શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટ જામનગર

(11:53 am IST)