સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

પાટણવાવના કાનજીભાઇ કણસાગરાએ પ્રથમ મતદાન કર્યું બાદ અચાનક હુમલો આવતા પ્રભુ પાસે પહોંચી ગયા!

ધોરાજી તા. ૨૪ : પાટણવાવ ગામે કાનજીભાઈ ડાયાભાઈ કણસાગરા ઉંમર ૮૭ જેઓ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા વિદ્યા ભારતીના રણછોડભાઈ વઘાસિયા વિગેરે અગ્રણીઓ સાથે લોકજાગૃતિ માટે મતદાન કરવા પાટણવાવ ખાતે લોકોને જાગૃત કરતા હતા. આવા સમયે કાનજીભાઈ ડાયાભાઈ કણસાગરાએ પોતાનો મત આપવા માટે મતદાન મથકે ગયા હતા અને મતદાન રાષ્ટ્રીય લોકશાહીમાં ભરોસો રાખી અને રાષ્ટ્ર ભકિત સાથે તેમના પરિવારજનો સાથે પણ મતદાન કરેલ હતું બાદ કુટુંબના લોકોનો તથા મિત્ર સર્કલ નો પણ મતદાન થયા બાદ કાનજીભાઈ કણસાગરા પોતાના નિવાસસ્થાને પહોંચતા અચાનક છાતીમાં દુખાવો થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડેલ પરંતુ છાતીનો દુખાવો જીવ લેવા નીકળતા કાનજીભાઈનું અવસાન થયું જે સમાચાર પાછળ ગામમાં પહોંચ્યા શોક છવાઈ ગયો હતો પરંતુ કાનજીભાઇના પરિવારજનોએ આ વાત તાત્કાલિક જાહેર ન કરી અને દેશહિતના કાર્ય માટે મતદાનનો સમય છ વાગ્યા સુધીનો હતો તે માટે તમામ લોકો મતદાન પૂર્ણ કરે બાદ સ્મશાનયાત્રા રાખવી એવો નિર્ણય કર્યો હતો આ સમયે પાછળ ગામમાં સગા-સંબંધીઓ નો સંપૂર્ણ મતદાન થઇ ગયા બાદ સાંજે સ્મશાન યાત્રા નીકળી હતી.

(11:51 am IST)