સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

વડિયામાં બાવકુભાઇ ઉંધાડે લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું

વડીયા : તાલુકાભરના ગામડાઓમાં ૧૪ લોકસભા બેઠકનું ભર ઉનાળામાં ધીમીગતિએ ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતદાન થયું. આ તકે વડીયાના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ પોતાનો મત પોતાના વતન વડીયા ખાતે આપેલ લાંબી લાંબી મતદારોની વહેલી સવારે લાગેલી કતારોની લાઈનમાં સામાન્ય વ્યકિત માફક બાવકુભાઈ ઉઘાડે મતદાન કરેલ તેમજ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર અને તેમની પુત્રી જેનીબહેન ઠુમરે પણ પોતાના વતન રોડ વાવડી ગામ ખાતે મતદાન કરેલ તેમજ વડીયા ના અપંગ રાજેશભાઇ રાવરાની પોતાના બંને પગે અપંગ હોવાથી વડીયા સરપંચપતિ છગનભાઇ ઢોલરીયાએ તેડીને મતદાન કરાવેલ તેમજ સુરગપરા વિસ્તારમાં રહેતા નર્મદાબહેન ૧૦૦ વર્ષની ઉંમરે મતદાન કર્યું વડીયા પંથકમાં સરેરાશ ૫૫% મતદાન થયું છે. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડિયા)

(11:49 am IST)