સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

બેલજીયમથી મતદાન કરવા વતન આવી ભુજની યુવતી

ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે અને મતદાન દ્વારા લોકોએ ચૂંટણીની ઉજવણી કરવી જોઈએ. મતદાન તરફ નિરૂત્સાહ દાખવતા મતદારો વચ્ચે મતદાન તરફ જાગૃતિ દાખવતા મતદારો પણ છે. ભુજની યુવતી કરિશ્મા રશ્મિકાંત પડ્યા લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા ખાસ બેલજીયમ થી ભુજ આવી હતી.

આઇટી પ્રોફેશનલ્સ કરિશ્મા ઘણા વર્ષો થયા બેલજીયમ સ્થાયી થયા છે. પણ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે અવશ્ય વતન આવીને મતદાન કરી ભારતીય નાગરિકતાનો ધર્મ નિભાવે છે. 'અકિલા' સાથે વાત કરતા કરિશ્મા પંડ્યાએએ કહ્યું હતું કે મતદાન દ્વારા આપણે આપણા દેશની સરકારને ચૂંટીએ છીએ. આપણે જયારે નાગરિક તરીકે હક્ક ની વાત કરતા હોઈએ ત્યારે આપણે મતદાર તરીકે આપણી ફરજ પણ નિભાવવી જોઈએ. કરિશ્માના પિતા રશ્મિકાંત પંડ્યા રાજય પ્રાથમિક શિક્ષણ સંગઠનના આગેવાન રહી ચૂકયા છે.

(11:48 am IST)