સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

હનુમંત તત્વ જીવન રસાયણ સંગમ : મોરારીબાપુ

રવાન્ડાની 'માનસ હનુમાના' કથાનો ચતુર્થ દિવસ રામ જન્મોત્સવથી સંપન્ન

વેળાવદર તા. ૨૪ ફ રવાન્ડા ના પાટનગર કિગાલી શહેરમાં ગવાઈ રહેલી 'માનસ હનુમાના' રામકથા કાલે ચતુર્થ દિવસે રામ જન્મથી સંપન્ન થઈ.

પુ.મોરારીબાપુએ પોતાની આગવી શૈલીમાં કથા ધારાને આગળ પ્રવાહિત કરતા કહ્યું . 'હનુમાનજીને પૂર્ણતઃ સમાજવા વાલ્મિકી રામાયણનો આશરો લેવો જોઈએ .પાંડુરંગ શાસ્ત્રીનો ગ્રંથ 'વ્યાસ વિચાર'એ ઉત્તમ સદગ્રંથ છે. હનુમંત તત્વ જીવનના તમામ રસાયણોનો સંગમ છે, શીલ, વિવેક, ધર્મ, અન્વેષણ, બધું તેમાં કેન્દ્રસ્થ છે.ઙ્ગ શિલને બળનો સરવાળો હનુમાનજી છે .નામ તત્વ સર્વશ્રેષ્ઠ છે .નામ ઔષધિ છે, તે સકલ શાસ્ત્રોનો સાર છે. રામકિંકરજી મહારાજ અલગ અલગ ઘાટનો સંવાદ કરે છે. જ્ઞાન, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ, પરંતુ શરણાગતિ ઘાટ એક કથાનો આરંભ થાય છે. ભગવાન ના અવતાર નું કારણ તો સ્વયં મહાપ્રભુ જાણે છે, પણ તુલસીદાસજી લખે છે. ભગવાને કહ્યું કે' હે વિભીષણ હું તારા જેવા સંતો માટે અવતરીત થાઉ છું. કોઈ વ્યકિતએ પ્રતિજ્ઞાની ઘોષણાથી પરહેજ કરવી જોઈએ. સંતો પણ આવી જાહેરાત કરતા નથી .ઈશ્વર કહે છે કે શા સ્ત્રની વાત થી કદાચ તું ભ્રમિત થઈશ પણ મારી વાત તને હંમેશ શાતા આપતી રહેશે.

આજની કથા રામ જન્મોત્સવ ની કથા હતી કીગાલી શહેરમાં આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, યુરોપના દેશો અને અમેરિકા, કેનેડા અને રવાંડાના સ્થાનિક રહેવાસીઓ એવા તમામ એન.આર.આઇ કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યારે આ જનસમુદાયને સંબોધિત કરતા મોરારી બાપુએ ગુજરાતીનો મહિમા કરવા વિશેષ અનુરોધ કર્યો .પોતાના બાળકોને અંગ્રેજી ભલે શીખવો પણ ધરમા ગુજરાતી બોલવાનું રાખો. ગુજરાતી એ સંસ્કાર છે, ગુજરાતી આપણી સાંસ્કૃતિક ધરોહર છે. દરેકે પોતાની માતૃભાષાની વંદના કરવી જોઈએ. વાલ્મિકી રામાયણ અને વેદના ગ્રંથોના કોપીરાઇટ્સ મેળવીને તેને પ્રકાશિત કરવા રામ સેવક શ્રી મદનલાલ પાલીવાલ ને પૂજય બાપુએ અનુરોધ કરી સૌ કોઈને રામપ્રસાદના રૂપમાં તેને વિતરણ કરવામાં આવે તેવી મનોકામના વ્યકત કરવામાં આવી.

કથા દરમિયાન કેન્યાથી આવેલા એક કથાપ્રેમી પાસે ગીત ગવડાવી સૌને આનંદિત કર્યા હતા.

(11:44 am IST)