સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો 'હળવાફૂલ'

લોકસભા ચૂંટણી જાહેર થઇ ત્યારથી પ્રચારમાં દોડધામ કરનારાએ રાહતનો શ્વાસ લીધો : પોતપોતાના કામમાં પરોવાયા

રાજકોટ, તા. ર૪ : ગઇકાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠક ઉપર પ૮ ટકા જેટલુ મતદાન થયું છે. ગઇકાલે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ 'હળવાફૂલ' થઇ ગયા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રાત-દિવસ સતત પ્રચારમાં દોડધામ કરતા રહ્યા હતાં અને પોતાના પક્ષના ઉમેદવારને વિજેતા બનાવવા બન્ને પક્ષ તરફથી સતત મહેનત કરવામાં આવી હતી.

જોકે કાલે મતદાનના દિવસે પણ વહેલી સવારથી અમરેલીમાં ભાજપના નારણભાઇ કાછડીયા, કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી, સુરેન્દ્રનગરમાં ભાજપના ડો. મહેન્દ્રભાઇ મુંજાપરા, કોંગ્રસના સોમાભાઇ પટેલ, ભાવનગર-બોટાદના ભાજપના ભારતીબેન શ્યાળ, કોંગ્રેસના મનહરભાઇ પટેલ, રાજકોટમાં ભાજપના મોહનભાઇ કુંડારીયા, કોંગ્રેસના લલીતભાઇ કગથરા, કચ્છમાં ભાજપના વિનોદભાઇ ચાવડા, કોંગ્રેસના નરેશભાઇ મહેશ્વરી, જુનાગઢ-ગીર સોમનાથમાં ભાજપના રાજેશભાઇ ચુડાસમા, કો઼ગ્રેસના પૂંજાભાઇ વંશ, પોરબંદરમાં ભાજપના રમેશભાઇ ધડુક, કોંગ્રેસના લલીતભાઇ વસોયા તથા જામનગર-દેવભૂમિ દ્વારકા બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયા વચ્ચે મુખ્ય જંગ જામ્યો હતો.

આ મતદાન બાદ આજે સવારથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો હવે પોત પોતાના કામમાં પરોવાયા છે.

(11:32 am IST)