સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th April 2019

મધ દરિયે મતદાન: ખંભાળિયા પાસે આવેલ ટાપુ ઉપર ચૂંટણી પંચની અનોખી વ્યવસ્થા

44 મતદારો માટે 11લોકોનો સ્ટાફ:66 ટકા મતદાન

દ્વારકા જિલ્લાના મધ દરિયે આવેલા એક ટાપુ પર મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી જેમાં 44 મતદારો માટે 11લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. આ બૂથ પર 66 ટકા મતદાન થયું છે. ખંભાળિયા નજીક મધ દરિયમાં આવેલા ટાપુમાં મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

   ખંભાળિયા પાસે આવેલા ટાપુ પર રહેતા 44 મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી અને મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે તેમના ટાપુ પર મતદાન બુથની વ્યવસ્થા થઇ હતી આ મત વિસ્તારમાં 66 ટકા જેટલુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીઓ સફળ રહ્યા હતા.

(1:03 am IST)