સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

પ્રથમ જ્યોતીર્લીંગ સોમનાથ મંદીરના સ્થંભો સુવર્ણથી ઝગમગશે

મંદીર ગર્ભગૃહ ત્રીશુલ ડમરૂ થાળું નાગ સહીત સોનાથી મઢાય ચુક્યુ :10 સ્થંભોને સુવર્ણ જડીત કરવાનું કામ શરૂ

 

પ્રથમ જ્યોતીર્લીંગ સોમનાથ મંદીરના આગળના 10 સ્થંભો સુવર્ણથી ઝગમગશે 10 સ્થંભને સુવર્ણ જડીત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયુ છે. જે પૈકીના 2 સ્થંભને સુવર્ણ જડીત કરાયા છે.

દાતા દ્વારા અપાઇ રહેલા સુવર્ણ દાનમાંથી સોમનાથ મંદિરને સુવર્ણથી સુશોભીત કરવાનું કાર્ય હાથ ધરાય રહ્યુ છે

   . સોમનાથ મંદીરને મુખ્ય સુવર્ણ દાતા દીલીપ લખી પરીવાર દ્વારા સુવર્ણ દાન અપાઇ રહ્યું છે. જેમાં અગાઉ 110 કીલો સોનું દાનમાં આપ્યું હતું. જેમાં મંદીર ગર્ભગૃહ ત્રીશુલ ડમરૂ થાળું નાગ સહીત સોનાથી મઢાય ચુક્યુ છે. ત્યારે તાજેતરમાં ફરી 30 કિલો સોનું દાનમાં આપતાં તેમાંથી ગર્ભગૃહની આગળના કુલ 72 પૈકીના 10 સ્થંભોને સુવર્ણ જડીત કરવાનું કામ શરૂ કરાયું છે. જે પૈકી 2 પિલર્સનું કામ હાલમાં પૂર્ણ થઇ ચૂક્યુ છે.

  હાલમાં સોમનાથ મંદિરમાં હાથ ધરાઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીમાં ઓમ સ્વસ્તીક દીવડા કળશ ત્રીશુલ જેવા ચીન્હો રખાયા છે ત્યારે આગામી સમયમાં આગળના 10 સ્થંભોને સોનેથી મઢાશે. જેના દર્શનથી શ્રદ્ધાળુઓ સોમનાથના સુવર્ણ યુગનો અહેસાસ થશે.

(12:29 am IST)