સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જામવંથલીમાં ભગવાન લેવા આવશે તેવો દાવો ખોટો ઠર્યોઃ હરિબાપા ખોલીયાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડાયાઃ પરિવારજનો અને ભાવિકો વચ્‍ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

ફલ્લાઃ જામનગર જિલ્લાના ફલ્લા નજીક આવેલા જામવંથલી ગામના નિવૃત્ત આર્મીમેન હરિભાઇ વેલજીભાઇ ખોલીયા (ઉ.વ.૮૦)અે દાવો કર્યો હતો કે, અનાધિદેવ કૃષ્‍ણ ભગવાન આજે મને ધામમાં લેવા માટે આવશે. આ વાત વાયુવેગે પ્રસરી જતા આજે સવારથી જામવંથલીના હરિશરણાગતી સેવા મંડળ (ફુલવાડી મંદિર) ખાતે ભાવિકોની ભીડ જામી હતી અને સાંજના પાંચ વાગ્યે ભગવાન લેવા આવશે તેવો દાવો કરનાર હરિભાઇની વાતો પોકળ સાબિત થઇ હતી. સાંજે ૭ વાગ્‍યે તેઓનું તબીબોની ટીમે ચેકઅપ કર્યુ હતું અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતાં. આ દરમ્યાન પાંચ વાગ્યે ભાવિકોની ભારે ભીડ જામતા પરિવારજનો અને ભાવિકો વચ્‍ચે ઝપાઝપી થઇ હતી. જો કે, ગ્રામજનોઅે તો અગાઉથી જ હરિબાપાનો દાવો ખોટો હોવાનું જણાવ્યું હતું. તેમના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોવાથી તેમને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના જામ-વંથલીના ના ભગત હરિબાપાએ દાવો કર્યો છે કે,એટલે કે 24 એપ્રિલે સાંજે પાંચ વાગે ફુલવાડી મંદિરમાં અનાધિદેવ કૃષ્ ભગવાન પોતે તેમને લેવા માટે આવશે તેવી આગાહી કરતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

તેમના દાવા મુજબ ભગવાન વારંવાર તેમને મળવા આવતા હોય છે અને થોડા સમય પહેલા ભગવાને તેઓને દિવ્યરૂપે દર્શન આપી પરમધામ એટલે કે સ્વર્ગના દર્શન કરાવ્યાં હતા. હરિબાપાએ આ દાવો ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવના સમાપન વખતે કર્યો હતો.

આ સાથે તેમણે વધુમાં જણાવેલ કે,ભગવાને મને અંગત રીતે આવીને કહ્યું કે મારે તમારી અક્ષરધામમાં જરૂર છે અને એટલે 24 એપ્રિલ સાંજે હું આપને લેવા ખુદ આવીશ. આ ઘટના મામલે કેટલાય તર્ક-વિતર્કો થવા પામ્યા હતા.

(7:46 pm IST)