સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના દરરોજ ૧૨થી ૧પ હજાર બોક્સ આવકઃ રૂૂ.૪૦૦થી ૭૦૦ના બોલાતા ભાવ

જૂનાગઢઃ જૂનાગઢના ફ્રૂટ્સ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેરીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ખેડૂતો વહેલી સવારથી જ પોતાની કેરી વેચવા આવી જાય છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને જે નુકસાન જાય છે એમાં સરકારી સહાયની આશા ખેડૂતો લગાવીને બેઠા છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હાલ કેસર કેરીથી ઊભરાઈ રહ્યો છે અને હાલ રોજના 12 હજારથી 15 હજાર બોક્સની આવક થઇ રહી છે. અહીં એક બોક્સના રૂ.400થી રૂ.700 સુધીની હરાજી થઇ રહી છે. સારા ફળના ખૂબ સારા ભાવ આવે છે અને હાલ પૂરા ગુજરાતમાં જૂનાગઢ યાર્ડમાં કેરીની સૌથી વધુ આવક થઈ રહી છે.

ફ્રૂટસ માર્કેટિંગ યાર્ડના એક કમિશન એજન્ટે જણાવ્યું છે કે હાલ રોજના 12 હજારથી 15 હજાર બોક્સની આવક છે અને એક બોક્સના રૂ.400થી રૂ.700એ હરાજી થાય છે. સીઝન લાંબી ચાલશે અને ભાવ પણ સારા રહેશે. પૂરા ગુજરાતમાં અહીં કેરીની ધૂમ આવક થાય છે.

બદલાતા વાતાવરણમાં કેરીના પાકને સૌથી વધારે નુકસાન થાય છે ત્યારે કેરીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે, ત્યારે કેરીની ખેતીથી ખેડૂતો વિમુખ ન થાય એ જરૂરી છે.

(5:56 pm IST)