સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જામનગર પાસે પ્લાસ્ટીકના કારખાનામા ભીષણ આગ

જામનગરઃ અહીંથી ૧૦ કિ.મી.દુર આવેલ લાખાબાવળ ગામમાં પ્લાસ્ટીકની ''પ્રાઇમ'' નામની ફેકટરીમા આગ લાગતા દોડધામ મચી ગઇ હતી અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. આ આગથી ૩ થી ૪ જેટલો પ્લાસ્ટીકનો કરોડો રૂપિયાનો માલ સામાન ખાખ થઇ ગયો હતો અને આગની લપેટમાં આખુ યુનિટ આવી ગયું હતું પ્લાસ્ટીક ફેકટરીના માલિક સહિતના પરિવારજનો ખંભાળીયા નજીકના આરાધનાધામ ખાતે દિક્ષા મહોત્સવમાં ગયા હતા. ત્યારે આ આગ લાગી હતી સદભાગ્યે આ આગથી જાનહાનીના કોઇ સમાચારનથી.  આ આગના પાંચ કીમી.દુર કાળા ધુમાળા દેખાય રહ્યા છે. રીલાયન્સ, એસ્સાર, જીએસએફસી સહિત ૬ ફાયફ ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા છ.ે(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૬.૨૫)

(4:29 pm IST)