સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

પક્ષ વિરુધ્ધ કામ કરતા જુનાગઢ જીલ્લા ભાજપના હોદેદારો-કાર્યકરો બરતરફ

જુનાગઢ તા.૨૪: જુનાગઢ જીલ્લામાં મંડલ પ્રમુખની રજુઆત તથા ગત વિધાનસભાની ચૂંટણીલડેલ ઉમદવારની રજુઆતે ધ્યાને રાખી ગત વિધાનસભા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુધ્ધ કામ કરતાં તેમજ પક્ષ વિરુધ્ધ અપક્ષ માંથી ઉમેદવારી કાર્યકર્તાઓને આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના નૈતૃત્વના આદેશથી પક્ષમાંથી પગલા લેવામાં આવેલ છે.

પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકતા

 જેમાં ચોરવાડ શહેરમાંથી શહેર ઉપપ્રમુખ ડાયાભાઇ પરમાર, માંગરોળ શહેરમાંથી વિજયભાઇ પરમાર, અતુલભાઇ ગાંધી, નરેશભાઇ મોકરીયા, વંથલી શહેરમાંથી વૃજલાલ વામજા, વિસાવદર શહેરમાંથી જમનાદાસ કાછડીયા, કિરણભાઇ ચિતાલીયા, સુભાષભાઇ મહેતા, કેયુરભાઇ અભાણી.

પક્ષમાંથી જવાબદારીમાંથી મુકત કરવાના થતા કાર્યકર્તા

માળીયા તા. ના જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ બહાદુરસિંહ કાગડા, જીલ્લા ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયા, માંગરોળના જીલ્લાના કારોબારી સદસ્ય પ્રો. પ્રશાંતભાઇ ચ્હાવાલા, વિસાવદર માંથી શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કૈલાસભાઇ વાઘેલા, વિસાવદર શહેર ભાજપ મંત્રી પંકજભાઇ જેઠવા, વિસાવદર શહેર ભાજપ ઉપપ્રમુખ હુશેનીભાઇ ત્રાવડી, માળીયા તાલુકાના જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ રાજેશભાઇ પરમાર.

પક્ષ દ્વારા નોટીસ આપી ખુલાસા કરવા પાત્ર કાર્યકર્તાના નામો

 જેમાં માણાવદર, વંથલી,વિસાવદર અને માંગરોળ શહેર/ તાલુકા માંથી દશેક કાર્યકર્તાઓને નોટીસ આપી ખુલાસો રજુ કરવા માટે જણાવવામાં આવશે અને ત્યારબાદ તેમના ઉપર યોગ્ય નિર્ણય કરવામાં આવશે. પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા, પક્ષમાંથી જવાબદારીમાંથી મુકત કરવાના થતા, તેમજ પક્ષ દ્વારા નોટીસ આપી ખુલાસા કરવા પાત્ર કાર્યકર્તાઓની યાદી જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ તેમ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રીશ્રી જયેન્દ્રભાઇ સાવલીયાની યાદીમાં જણાવે છે.

(4:25 pm IST)