સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

મોરબીમાં ક્રિકેટ મેચના સટ્ટા પર એલસીબી ત્રાટકીઃ ઇલ્યાસ પકડાયો

મોરબી તા.રપ : મોરબીમાં આઇ.પી.એલ.ના મેચ પર સટ્ટો રમતા એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સુચનાથી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ.આર.ટી. વ્યાસની સુચનાથી એલ.સી.બી.ના સંજયભાઇ આહીર, ભગીરથસિંહ ઝાલા, ધમભા જાડેજા, નીરવ મકવાણા સહિતના સ્ટાફને હકકિત મળી હતી કે મોરબીના વાવડી રોડ પર એક મકાનમાં સ્ટોરમાંતી હોવાની બાતમી આધારે દરોડો પાડતા ઇલ્યાસ રહીનભાઇ મોમીન અને રાજ ભરવાડ નામના શખ્સો પંજાબ અને દિલ્હી ટીમ વચ્ચે રમાય રહેલી ટેવેનટી ટેવેનટી મેચ પર મોબાઇલ પર સટ્ટો રમતા હતા જેમાં પોલીસે ટીવી, મોબાઇલ અને રોકડ સહિત રૂપિયા ૧૧૩૦૦ના મુદામાલ સાથે ઇલયાસનેઝડપી લીધો હતો જયારે રાજુ ભરવાડનું નામ ખુલતા તેન ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

(12:41 pm IST)