સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

સાયલાઃ વિજ કર્મચારીને આઇશર ચાલકે હડફેટે લેતા મોત

વઢવાણ, તા., ર૪: સુરેેન્દ્રનગરના હાઉસીંગ બોર્ડમાં રહેતા ગોરધનભાઇ લક્ષ્મણભાઇ (ઉ.વ.પપ) વાળા સાયલા ખાતે જીઇબી કચેરીમાં ફરજ બજાવી અને સુરેન્દ્રનગર પરત ફરી રહયા હતા ત્યારે સુરેન્દ્રનગર મુળી વચ્ચે આઇશરના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર હાલતમાં ઘટના સ્થળ ઉપર જ ગોરધનભાઇનું મોત નિપજેલ છે.

ત્યારે જોરાવરનગર પોલીસ આ બનાવના સ્થળ ઉપર પહોંચી મૃતક ગોરધનભાઇના મૃતદેહને ઘટના સ્થળ ઉપર તપાસ કરી ફરીયાદ નોંધી અને પીએમ માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. ફરજ બજાવી પરત ફરતા રસ્તામાં જ કાળ ત્રાટકતા હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. અકસ્માત અંગેની તપાસ જોરાવરનગર પોલીસ ચલાવી રહી છે.

(12:41 pm IST)