મુળી હાઇ-વે ઉપર દેણુ વધી જતા ૧૧ લાખની લૂંટનું નાટક કર્યું'તુ
વઢવાણ તા.ર૪ : મળુ હાઇવે પર બપોરના સમયે ધ્રાંગધ્રાં તાલુકાના કલ્યાણપુર ગામના રઘુભાઇ ચૌહાણ જે પેટ્રોલ પંપ ચલાવે છે તેમને એસઆર કંપનીમાં રૂપિયા ન ભરેલ લાઇસન્સ કેન્સલ થવાના ભયથી રૂપિયા ભરવાની સમય મર્યાદા વધે તે માટેક લ્યાણપુરથી સુરેન્દ્રનગર રૂપિયા ભરવાનું બહાનુ કાઢી મુળી હાઇવે પર આવ્યા હતા.
ત્યારબાદ હોટલમાં પાણીની બોટલ લેવા નીચે ઉતરતા કોઇ અજાણ્યા શખ્સો ગાડીમાં પાછળની સીટમાં થેલીમાં રહેલા રોકડા ૧૧ લાખ રૂપિયા લઇ ગયાની મુળી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ફરીયાદમાં દોડધામ મચી હતી પરંતુ સાંજ થવા છતા પોલીસ મથકે કોઇજ ગુનો ન નોંધાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જયારે આ અંગે પી.એસ.આઇ. ડી.બી.ચૌહાણે જણાવ્યું હતું કે આ કલ્યાપુરના ભાઇ છે. જમને દેણું વધી જતા આ સમગ્ર નાટક રચ્યુંહતુંજે તપાસના અંતે જાણવા મળ્યું છે આથી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.