ભાણવડ પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
વાનાવડના પાટીયા પાસેથી ભાણવડ પોલીસે પીછો કરીને દેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.
ભાણવડઃ પોલીસ સ્ટાફના હેમતભાઇ નંદાણીયા તથા નિલેશભાઇ કારેણાને મળેલી બાતમી મુજબ ચાર પાટીયા પાસેથી દેશી દારૂ ભરીને એક કાર થનાર હોઇ પીએસઆઇ એચ.આર.કુવાડીયાના માર્ગદર્શન હેઠળ અન્ય પીએસઆઇ કે.જે.સથવારા તથા હેડ કોન્સ. જયદેવસિંહ જાડેજા, પો.કોન્સ.હેમંતભાઇ નંદાણીયા, પરેશભાઇ, નિલેશભાઇ સહિતનો સ્ટાફ વોચમાં હતો ત્યારે એક સેવરોલેટ કાર નં.સી.જી.૦૭ એમ ૨૨૩૨ પસાર થતા તેને રોકવા ઇશારો કરતા કારચાલકે કાર રોકી નહિ અને ભગાડી મુકતા પોલીસે તેનો પીછો કર્યો હતો ત્યારે કારચાલકે વાનાવડના પાટીયા પાસે કારને સાઇડમાં ઉતારી રેઢી મુકી નાસી છુટયો હતો દરમ્યાન પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ.૧૧૦૦૦ની કિંમતનો દેશી દારૂ લી.૫૫૦ બાચકામાં ભરેલો હાથ લાગ્યો હતો. ભાણવડ પોલીસે રૂપિયા દોઢ લાખની કિંમતની કાર તથા દેશી દારૂ સહિત કુલ એક લાખ એકસઠ હજારનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરેલ છે.