સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

કોઇપણ સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય છે... પૂં. સીતારામ બાપુ

સિહોરના દેવગાણા ગામે ભાગવત કથામાં ઉમટયું ભકિતરસનું પૂર - રામ અને કૃષ્ણ જન્મની દિવ્ય ઉજવણી

ભાવનગર તા.૨૪: સિહોર તાલુકાના દેવગાણા ગામે બારૈયા કોરાવાળવા (ભગતવાળા) પરિવારના યજમાન પદે યોજયેલી પ.પૂં. સીતારામ બાપુના વ્યાસાસને ચાલી રહેલી ભાગવત કથામાં આજે શ્રી રામ જન્મ અને સાંજે શ્રી કૃષ્ણ જન્મના ઉત્સવો દિવ્ય રીતે ઉજવાયા હતા.

કથામાં નવધા ભકિતનું વર્ણન કરતા પૂં. બાપુએ મોહ મરે ત્યારે વૈરાગ્ય આવે છે અને માતા,પિતા અને ગુરૂને જીવનપથના સાચા માર્ગદર્શક ગણાવેલ ધનની શુધ્ધી દાનથી, તનની શુધ્ધી સ્નાનથી અને મનની શુધ્ધી ધ્યાનથી થાય છે.

આજની કથામાં ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, ગુજરાતના વનવાસી પ્રદેશમાં સેવા કરી રહેલા વસંતભાઇ પી. પંડયા, જી.પં. સદસ્ય શ્રી પ્રતાપ ભાઇ મોરી, અખીલ ભારતીયા પા. બ્રા. સંઘના પ્રમુખ હિંમતભાઇ જાની સદગુરૂ આશ્રમના પૂં. વિશાલ દાસજી ગોપાલ આશ્રમના પૂં. કૃષ્ણદાસજી એ હાજરી આપી ધર્મલાભ લીધો હતો.

પૂં સીતારામ બાપુએ કથાનું મહત્વ સમજાવતા સ્તુતીમાંં શબ્દોની નહિં ભાવની જરૂર છે, માં બાપ પોતાના સંતાનોને સંપતિ કરતા સંસ્કાર આપે તે જરૂરી છે કારણકે સંસારની સંપતિ સંસ્કાર વિના સચવાશે નહીં બીજાના સુખ માટે પોતે દુઃખ સહન કરે તેનું નામ સંત છે.

(11:54 am IST)