ચીખલીયા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૮ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ ઉજજવલા યોજના અંતર્ગત ૩૦ મહિલાઓને ગેસ કીટનું કરાયેલ વિતરણ
સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધારાસભ્ય લલીતભાઇની ઉપસ્થિતિમાં
ઉપલેટા તા.ર૪ : સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામી જનતાને પહોંચાડવાના ઉદેશથી ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ૧૮ લાભાર્થીઓનેગૃહ પ્રવેશ તથા ઉજજવલા યોજના અંતર્ગત ૩૦ મહિલાઓને ગેસ કિટનું વિતરણ કરવામાં આવેલ આ ઉપરોકત કાર્યક્રમમાં બોલતા ચીખલીયાના કાર્યદક્ષ સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવેલ કે નાના માણસોને આવી યોજનાઓનો લાભ મળે તે માટે અમો સતત પ્રયત્નશીલ છીએ આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા ખાસ હાજર રહી પ્રાસંગીક પ્રવચન કરેલ આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા પ્રાંત અધિકારી તુષારભાઇ જોશી, જીલ્લા પીઢ સહકારી અને ક્ષત્રીય આગેવાન અને માજી સરપંચ અજીતસિંહજી વાઘેલા મામલદતાર ભડાણીયા, ટી.ડી.ઓ. વ્યાસભાઇ, સહીત ગામના આગેવાનો કાર્યકરો યુવાનો ભાઇ - બહેનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.