સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગોંડલમાં શ્રીમહા પ્રભુજીના ૫૪૧માં પ્રાગટય દિનની શાનદાર ઉજવણી

ગોંડલ, તા. ૨૪: ગોકુળીયા ગોંડલ ગામમાં છેલ્લા ૭૨ વર્ષથી શ્રી શુદ્વાદ્વેત વૈષ્ણવ પાઠશાળા કાર્યરત છે અને તેમાં નાના - નાના ભૂલકાઓને પુષ્ટિમાર્ગ વિશેનુ પાયાનુ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ પાઠશાળામાં સમગ્ર વર્ષ દરમિયાન દ્યણા બધા કાર્યક્રમો થતા હોય છે તેમાનો શ્રી મહાપ્રભુજીના ૫૪૧ માં પ્રાગટ્ય નૂતન વર્ષનો કાર્યક્રમ તા.  યોજાયેલ હતો.

 આ કાર્યક્રમમાં બાળકો દ્વારા નૃત્ય નાટિકા, નાટક, સ્પીચ, ધોળ, કિર્તન વિગેરે રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ ગોંડલની વલ્લભીય સૃષ્ટિ પર કૃપા વિચારીને યુવા આચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી પ્રિયંકરાયજી મહોદયર્શ્રીં(જેતપુર) પધાર્યા હતા તેમજ ગોંડલ શહેરના માનનીય ધારાસભ્ય ર્ંબેનશ્રી ગીતાબા જાડેર્જાં ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ પીપળીયા,ગોંડલ નગરપાલિકા સભ્ય બેનશ્રી ક્રિષ્નાબેન તન્ના, સાવનભાઈ ધડુક, મનસુખભાઈ વિરાણી(પટેલ મમરા), ગોપાલભાઈ સીમેજીયા(સ્ળ્બ્-પ્રમુખ), રમેશભાઈ આંબલિયા, ભાવેશભાઇ (ગેલકૃપા ટ્રેકટર), વિનુભાઈ વસાણી, દિલીપભાઈ મારકણા(કનૈયા મમરા), અને ગોંડલ વૈષ્ણવ સમાજના આગેવાનો શ્રી જમનભાઈ સોની તેમજ રસિકભાઈ રાજપરાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમને નિહાળતા બધા વૈષ્ણવો ભાવવિભોર બની ગયા હતા તેમજ બાળકો દ્વારા રજૂ થયેલ પાઠશાળાનુ મહત્વ દર્શાવતુ નાટક જોઈને ઉપસ્થિત બધા વૈષ્ણવોએ નિર્ણય કર્યો કે તેઓ પણ પોતાના બાળકોને પાઠશાળામાં પુષ્ટિમાર્ગ વિશેનુ પાયાનું જ્ઞાન મેળવવા દર રવિવારે સાંજે ૪ થી ૬, શ્રી નવનીતપ્રિયાજીની હવેલી, ચોરડી દરવાજા પાસે, મોકલશે અને કાર્યક્રમને અંતે પાઠશાળા દ્વારા બધા બાળકોને એક દિવાલ દ્યડિયાળ પ્રોત્સાહન ઈનામ તરીકે આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.

(11:48 am IST)