સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ચોટીલા પાસે આવેલ

મહાવીરપુરમ્ તીર્થની કાલે ૧૩મી સાલગિરાઃ ત્રિ-દિવસીય મહોત્સવનો પ્રારંભ

પૂ.ભટ્ટારક આ.પુણ્યોદયસાગર સૂરીશ્વરજીની મ.સા.ની નિશ્રામાં ઉજવણી

રાજકોટ, તા.૨૪: અમદાવાદ હાઈવે પર ચોટીલા ખાતે આવેલ  મહાવીરપુરમ્ તીર્થની કાલે ૧૩મી સાલગીરા નિમિતે આજથી ત્રિ- દિવસીય મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. આ મહોત્સવ શ્રી માણિભદ્રદાદાના સિધ્ધ સાધક પૂ.ભટ્ટારક આ.પુણ્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઉજવાશે.

આજે મહોત્સવના પ્રથમ દિવસે પરમાત્માના અઢાર અભીષેક તથા સાધાર્મિક ભકિત યોજાઈ હતી. જયારે સાંજે ચોવિહાર તથા રાત્રે ૮ કલાકે માણિભદ્ર દાદાનો હવન યોજાશે. આજે સાધર્મિક ભકિત સહીત આખા દિવસનો લાભ મીનાબેન હરીષભાઈ કાંતીલાલ શાહ (મુંબઈ) હ.વૈભવીબેન મિહીરભાઈ શાહે લીધેલ. અઢાર અભીષેક મુંબઈના વિધીકાર નિતેશભાઈ જૈન દ્વારા કરાવામાં આવેલ.

કાલે જિનાલયની ૧૩મી સાલગિરા પ્રસંગે સવારે ૮:૩૦ કલાકે સ્નાત્રપૂજા, ત્યારબાદ ત્રિશલામાતા મંદિરની ધજાનો ચડાવો બોલી ધજાનો  આદેશ આપવામાં આવશે. બપોરે ૧૨:૩૦ કલાકે સાધર્મિક ભકિત પ્રસાદ તથા સાંજે ૬ વાગ્યે ચોવિહાર યોજાશે. શ્રી માણિભદ્ર મંદિરની ધજા તથા સંપૂર્ણ સંધભકિતનો આદેશ લીલાવંતીબેન નાનાલાલ બદાણી પરિવાર (રાજકોટ) તરફથી છે.

મહોત્સવના અંતિમ દિવસે ગુરૂવારે સવારે ૯ કલાકે પરમાત્માની સ્નાત્રપુજા રાખેલ છે. જેના માટે શતાવધાની સાધ્વીજી પૂ.શુભોધ્યાશ્રીજી મ.સા.આદી ઠાણાને પધારવા વિનંતી કરાઈ છે. વધુ માહિતી માટે અશોકભાઈ બાવીશી (૯૮૭૯૯ ૧૧૨૧૦)નો સંપર્ક કરવો.(૩૦.૪)

 

(11:47 am IST)